બેચરાજી: વિધાનસભામાં કલાકારોના આમંત્રણ ને લઈ ઠાકોર સમાજ દ્વારા થઈ રહેલા વિરોધમાં બેચરાજીના પૂર્વ ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો
ગુજરાત વિધાનસભાની ગુજરાતના કેટલાક કલાકારો દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવેલ વિધાનસભાની મુલાકાતના આમંત્રણ ને લઈ ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોર દ્વારા ઠાકોર સમાજના કલાકારોને ના બોલાવતા વિરોધ તેમજ નારાજગી વ્યક્ત કરી હતી.જેને લઇ સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી.બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે વિરોધ વ્યક્ત કર્યો હતો અને સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા