ગાંધીધામ: લોકો પાઇલટોની રેલવે સ્ટેશન ક્રુ લોબી ખાતે 48 કલાકની ભૂખ હડતાળ શરૂ
અખિલ ભારતીય લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન (AILRSA)ના આહાન પર આજથી લોક પાઇલટોએ તેમની મુખ્ય માંગો માટે 48 કલાકનો રાષ્ટ્રવ્યાપી 'હંગર ફાસ્ટ' શરૂ કર્યો છે. ગાંધીધામમાં પણ 500 લોક પાઇલટો ટ્રેનનું સંચાલન કરતી વખતે પ્રતીકાત્મક ઉપવાસ પર બેઠા છે. મુખ્ય માંગણીઓમાં કિલોમીટર ભથ્થામાં 25% વધારો, 46 કલાકનો સાપ્તાહિક વિરામ, અને યુટીના કલાકોનું યુક્તિકરણ (માલગાડીમાં 8 કલાક, પેસેન્જરમાં 6 કલાક) સામેલ છે.