પેટલાદ: લક્કડપુરા પાસે ગોપાલપુરામાં મંદિરમાં ચોરી કરનાર બે આરોપીઓ ઝડપાયા, પોલીસે રોકડ મુદ્દામાલ કબજે કર્યો
Petlad, Anand | Jul 5, 2025 પેટલાદના લક્કડપૂરા પાસે ગોપાલપુરામાં મંદિરમાં ગત દિવસોમાં તસ્કરોએ દાન પેટી તોડી રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવવા અંગે પોલીસે તપાસ કરી હતી. અને બનાવમાં સંઘવાયેલ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને પોલીસે રોકડ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.