જૂનાગઢ: તાલુકાના વધાવી ગામે વ્રજ વલ્લભબાવાશ્રીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા
જુનાગઢ તાલુકાના વધાવી ગામમાં વ્રજ વલ્લભબાવાશ્રીના સાનિધ્યમાં પુષ્ટિ સત્સંગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત વધાવી ગામના વૈષ્ણવો બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. બહેનો દ્વારા રાસ રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે વ્રજ વલ્લભબાવાશ્રીએ વચનામૃત સમજાવ્યું હતું જેનો વૈષ્ણવોએ રસપાન કર્યું હતું. આ ઉપરાંત વ્રજ વલ્લભબાવાશ્રી એ વધાવી ગામની ગોશાલાની મુલાકાત પણ લીધી હતી.