નડિયાદ સ્ટેશન રોડ પર મેઘા ડિમોલેશનની કામગીરીને પગલે ટ્રાફિક જામ. તાલુકા પંચાયત પાસે વાહનોની લાંબી કતારો લાગતા વાહનચાલકો અટવાયા.એસ.ટી. બસો અને મોટા વાહનોને આરટીઓ કચેરીથી ડાયવર્ટ કરાયા.નડિયાદ શહેરના વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ પર તાલુકા પંચાયત નજીક કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી મેઘા ડિમોલેશનની કામગીરીને કારણે વાહનવ્યવહાર પર વ્યાપક અસર પડી હતી. આ વિસ્તારમાં ડિમોલેશન દરમિયાન રસ્તા પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.