નવસારી: નવસારી જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ, ડો રાજેન્દ્ર રંગુનવાલાએ આપી માહિતી
નવસારી જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન યોજાશે. મહિલાઓના આરોગ્ય અને પરિવારના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન અંતર્ગત મહામમતા દિવસ, વિવિધ રસીકરણ કાર્યક્રમો, પોષણ ચકાસણી, સ્તનપાન પ્રોત્સાહન, બ્લડ ડોનેશન કેમ્પ સહિત અનેક પ્રવૃત્તિઓ હાથ ધરાશે. જિલ્લા આરોગ્ય વિભાગે વધુમાં વધુ મહિલાઓ અને પરિવારના સભ્યોને આ કાર્યક્રમોમાં જોડાઈ આરોગ્યલક્ષી સેવાઓ લેવા.