દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તેમજ લાયઝન અધિકારીશ્રી પ્રથિક દવે એ સચિવશ્રીએ દાહોદ જિલ્લાના ખેડૂતો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, બહેનો દ્વારા ચાલવામાં આવતા મસાલા ઉદ્યોગ તેમજ મોડેલ ફાર્મ વિશે જાણકારી આપી હતી. આ દરમ્યાન સચિવશ્રી કે. કે. નિરાલા એ પ્રાકૃતિક ખેતી કરતી પ્રગતિશીલ ખેડત બહેનો સાથે રૂબરૂ સંવાદ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી ખેતી, જમીન તેમજ આવકમાં આવેલ બદલાવ વિશે જાણકારી મેળવી ખેડૂત બહેનોના પ્રતિભાવ જાણ્યા હતા.