અમદાવાદ શહેર: ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ
અમદાવાદના ખોખરામાં સેવન્થ ડે સ્કૂલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી.. કોર્પોરેશન દ્વારા સેવન્થ ડે સ્કૂલની જગ્યા ભાડેપટ્ટે આપવામાં આવી હતી જેની શરતોનો ભંગ કરવામાં આવ્યો. શૈક્ષણિક હેતુ માટે જે નામથી જગ્યા ફાળવવામાં આવી છે તેના દ્વારા શિક્ષણ આપવામાં આવતું નથી અન્ય સંસ્થા દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોવાનું સામે આવ્યુ.