અડાજણ: સુરતના વેડ રોડ પર નામચીન દિપક કૂટેકર અને સાગરિતની લૂંટ: હરીફ સાથે ફરતા યુવક-ભાઈને ચપ્પુ માર્યું, રૂપિયા ૪,૦૦૦ લૂંટ્યા
Adajan, Surat | Oct 6, 2025 સુરત: શહેરના વેડ રોડમાં એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે, જ્યાં વિસ્તારના નામચીન દિપક કૂટેકર અને તેના સાગરિત રોહિત શુક્લાએ પોતાના હરીફ સાથે ફરવા બદલ એક યુવક અને તેના ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી રોકડા ₹૪,૦૦૦ લૂંટી લીધા હતા.વેડ રોડ પરની ત્રિવેણી સોસાયટીમાં રહેતો વિશાલ ધમનાથ યાદવ પોતાના ઘર નજીક અનાજ દળવાની ઘંટી ચલાવે છે. ગત ૨જી ઓક્ટોબરના રોજ વિશાલ તેના મિત્ર આકાશ રાજભર સાથે ઘર નજીક બેઠો હતો.