પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમારની સૂચના અને ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસે ગાંધીધામ શહેર ભાજપ મંત્રી આત્મહત્યા કેસમાં ફરાર મહિલા આરોપી રોશનીબેન આનંદ ભટ્ટને ભુજ ખાતેથી ઝડપી પાડી છે. 37 વર્ષીય આ આરોપી ભુજના પ્રમુખસ્વામી નગરની રહેવાસી છે અને આત્મહત્યાની દુસ્પ્રેરણાના ગંભીર ગુનામાં સંડોવાયેલી હતી. આદિપુર પી.આઈ. એમ.સી. વાળા અને તેમની ટીમે ટેકનિકલ સોર્સના આધારે ભુજમાં દરોડો પાડી આ સફળતા મેળવી છે.