જૂનાગઢ: GIDC 2 નજીક બની રહેલ પુલની કામગીરી પૂર્ણ સાત દિવસમાં પુલને મુકાશે ખુલ્લો, મેયર ધર્મેશ પોશિયાએ આપી માહિતી
જૂનાગઢમાં GIDC 2 પાસે મહાપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ ક્લવર્ટ બ્રિજ બનાવવા માટેનું આયોજન કર્યું હતું, જે હાલ પૂર્ણ થયું છે, અને ૧.૪૭ કરોડના ખર્ચે બ્રિજની કામગીરી પૂરી થતા આગામી સાતેક દિવસમાં આ બ્રિજને વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવશે, જેનાથી મહિનાઓથી અહી ટ્રાફિક સમસ્યા અને ડાયવર્ઝનની સમસ્યા હતી તે હલ થશે.