સિંગણપોર માં ફોર વ્હીલ ટેમ્પોની ભારે રફતાર,ફ્રૂટની લારી લઈ જતી વૃદ્ધા, તેના પૌત્ર સહિત પાંચ લોકોને લીધા અડફેટે,સીસીટીવી
સુરતના સિંગણપોર વિસ્તારમાં ફોર વ્હીલ ટેમ્પોની ભારે રફતાર જોવા મળી.બેફામ દોડતા ટેમ્પો ન ચાલકે ફ્રુટની લારી લઈ જતી વૃદ્ધા અને તેના પૌત્ર,મોપેડ સવાર મહિલા ચાલક સહિત પાંચ લોકોને અડફેટે લીધા હતા.જ્યાં અકસ્માતની આ હચમચાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.ફુટેજમાં વૃદ્ધા પૌત્ર ને બચાવવા ડોટ મૂકી રહી હોવાનું જોવા મળે છે.જ્યારે અન્ય વાહનોને પણ અડફેટે લેતા ટેમ્પો તસ્વીરોમાં નજરે પડે છે.ઘટનામાં લોકોને નાની મોટી ઇજા થઈ હતી.