તારાપુરના મોરજ અને કાનાવાડા ગામે ધારાસભ્ય વિપુલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ રોડના કામોના ખાતમૂર્હુત કાર્યકર્તાઓના હસ્તે કરવામાં આવ્યા હતા. મોરજ ગામે અંદાજીત રૂ.2 કરોડ 22 લાખના ખર્ચે રોડ તેમજ ગરનાળા બનાવવામાં આવશે.જેમાં મોરજ-ચીખલીયા રોડ, મોરજ-ચીખલીયા રોડ(સ્ટ્રકચર), મોરજ એપ્રોચ રોડ(સી.સી)ના કામનો સમાવેશ કરાયો છે.જ્યારે કાનાવાડા ગામે અંદાજીત રૂ. 1 કરોડ 85 લાખના ખર્ચે વિવિધ રોડના કામની શરૂઆત કરવામાં આવી છે.