સુબીર: સુબીર ખાતે ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેનાના પ્રમુખશ્રી નિલેશભાઈ એસ. ઝાંબરે, અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપ્યું.
આવેદનપત્ર દ્વારા સરકારને સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી કે પાંચમી અનુસૂચિ વિસ્તારના તમામ કાયદા અને નિયમોનો તાત્કાલિક અમલ કરવામાં આવે. બંધ થયેલ આદિજાતિ છાત્રાલયો તરત જ શરૂ કરવામાં આવે.આદિવાસી સમાજના શિક્ષણ અને આરોગ્ય માટે ફાળવાયેલ બજેટનો સીધો લાભ આદિવાસીઓને મળે તેવા પગલાં લેવાય. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેનાના પ્રમુખશ્રી નિલેશભાઈ એસ. ઝાંબરે, રવિન્દ્રભાઈ સોડીયા, સતિષભાઈ એફ.ગાયકવાડ તેમજ સંસ્થાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા