માણાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આવશ્ય ચીજ વસ્તુ ધારા અધિનિયમની કલમો મુજબ નોંધાયેલ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને શોધવા માટે SOG PI આર.કે પરમાર દ્વારા ટીમ બનાવી ગુનામાં સંડોવાયેલ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવેલ હતી.તે દરમિયાન ASI જીતેન્દ્રસિંહ ચૌહાણ તથા પોલીસ કોન્સ્ટેબલ વિશાલ ઓડેદરા, કૃણાલ પરમાર ને ટેકનિકલ તથા હ્યુમન સોર્સ ની મદદથી ચોક્કસ હકીકત મળેલ કે ગુનામાં સંડોવાયેલ આરોપી અરુણ પ્રયાગચંદ રાઠી ભાવનગર ખાતે હોય તેવી બાતમીના આધારે ધરપકડ કરાય છે.