ટાઉન પોલીસ દ્વારા બાળકને માર મારવામાં આવ્યો હતો જેને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની ટીમના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા
Botad City, Botad | Sep 17, 2025
બોટાદના સગીરને બોટાદ ટાઉન પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેના કારણે તેને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમને તબિયતમાં સુધાર આવતા હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની ટીમના સભ્યો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને સગીર સાથે થયેલી મારામારી તેમજ અન્ય બાબતે અરજી દાખલ કરવામાં આવી હતી તેમજ પરિવારને ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી હતી