રાજકોટ પૂર્વ: રાજકોટ : રેસકોર્સ રિંગ રોડ પર પટેલ આઈસ્ક્રીમ વાળી શેરી બની ન્યુસન્સ પોઈન્ટ,રોજબરોજ જામે છે કપલના અડ્ડા
રાજકોટ: શહેરના પ્રતિષ્ઠિત ગણાતા રેસકોર્સ રિંગ રોડ પર આવેલી પટેલ આઇસ્ક્રીમ વાળી શેરી હાલમાં સ્થાનિક રહેવાસીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. આ શેરી સાંજના સમયે યુગલો માટેના 'અડ્ડા' તરીકે જાણીતી બની છે, જેના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.સ્થાનિકોની ફરિયાદ મુજબ, આ વિસ્તારમાં રોજબરોજ કપલના અડ્ડા જામતા હોવાથી શેરીમાં સતત અવરજવર અને અવાજને કારણે આસપાસના રહેવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે.