વડોદરા: યુવકની હત્યાના કેસમાં બાપોદ પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો,જૂની અદાવત અને સામાન્ય બોલાચાલીમાં કરી હત્યા
વડોદરા : આજવા રોડ પર યુવક અક્ષય સોલંકીની હત્યા કરનાર આરોપી દેવેન્દ્ર ઉર્ફે રાજા સોલંકીની બાપોદ પોલીસે ધરપકડ કરી હતી.આરોપીએ જૂની અદાવત અને સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.આરોપીના ઘર પાસે ચા નાસ્તો કરતી વખતે બોલાચાલીમાં મૃતકે લાફો મારતા આરોપી પોતાના ઘરે થી ખંજર લાવી છાતીના ભાગે ઘા મારી અક્ષયની હત્યા કરી હતી.મૃતક પણ 7 ગુનામાં સંડોવાયેલો અને મારા મારી જેવી ગંભીર ફરિયાદો નોંધાયેલી છે.