મકરસંક્રાંતિ પર્વને ધ્યાને પંચમહાલની ગૌરક્ષક સ્ક્વોડે લુણાવાડા રોડ પર અમરદીપ હોટેલ સામે વોચ ગોઠવી બાઈક પર લઈ જવાતો શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી લીધો હતો. બાતમીના આધારે તા.12 જાન્યુઆરીએ તૌફીક ઉર્ફે સમીર શબ્બીર મોજણીદાર નામના ઇસમને દબોચી લેવાયો હતો. તેની બાઈક પરના થેલામાંથી 42 કિલોગ્રામ શંકાસ્પદ માંસ મળ્યું, જે પરીક્ષણ અર્થે મોકલાયું છે. માંસ લુણાવાડાના રમીઝ પાસેથી લઈ ગોધરાના ઈલ્યાસને આપવાનું હતું. પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.