જાંબુઘોડાના મલબાર ગામે દ્વારિકાપીઠના શારદાપીઠાધિશ્વર અનંત વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સહજાનંદ સરસ્વતીજી મહારાજની ધર્મસભાનુ આયોજન તા.19 ડિસેમ્બર શુક્રવારના રોજ કરવામા આવ્યુ હતુ સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન અંતર્ગત ધર્મ પ્રસાર યાત્રાના ભાગરૂપે મલબાર ગામે ધર્મ સભા સંબોધી હતી જેમા તેઓએ જણાવ્યુ હતુ કે ગાય ગંગા અને ગુરુ આપણી સંસ્કૃતિ છે ગાય સેવા અને ગુરુ સેવાના ફળનો અનોખો ઇતિહાસ છે શ્રી રામ અને શ્રી કૃષ્ણ આપણા આદર્શ હોવા પર જોર આપ્યુ હતુ