કામરેજ: પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ગુજરાતમાં અમલ કરાવવા ખેડૂત આગેવાનની માંગ
Kamrej, Surat | Oct 30, 2025 પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ગુજરાતમાં અમલ કરાવવા ખેડૂત આગેવાનની માંગ ,મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત ,ખેડૂત આગેવાન જયેશ દેલાડે કહ્યું ખેડૂતોને સહાયની નહીં, નુકશાની વળતરની જરૂર છે,ગુજરાત રાજ્યમાં સતત ત્રણ વર્ષથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસતા કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર થયેલ પાક વરસાદમાં ભીંજાય પલળી જવાથી ખૂબ જ મોટા પાયે નુકશાન થવા પામેલ છે.  જળવાયુ પરિવર્તનને કારણે ઘણીવાર ચોમાસામાં વધુ વરસાદથી પાક નષ્ટ થઈ જાય છે.