ખેરાલુ: મંડાલી ગામે દૂધસાગર ડેરીના ચેરમેનની સાકરતુલા કરાઈ
16 નવેમ્બરના રોજ સાંજે 4 કલાકે ખેરાલુના મંડાલી ગામે મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની સાકર તુલા કરવામાં આવી છે. મંડાલી ગામના પશુપાલકો એવા દેસાઈ સમાજ તરફથી આ સમ્માન રાખવામાં આવ્યું હતું જેમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા.