કેશોદ: કેશોદ એરપોર્ટ પરથી વિમાન સેવા ફરી શરૂ થતાં પ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ
કેશોદ એરપોર્ટ પરથી વિમાન સેવા ફરી શરૂ થતાં પ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ત્રણ મહિનાથી બંધ રહેલો અમદાવાદ–કેશોદ રૂટ હવે ફરી શરૂ થયો છે, જે પ્રવાસીઓ માટે રાહતરૂપ સાબિત થયો છે. હવે આ ફ્લાઈટ વાયા દિવ થઈ મુંબઈ સુધી પણ જશે, જેના કારણે પ્રવાસીઓને વધુ સુવિધા મળશે.