મહુવા: નવરચિત અંબિકા તાલુકાના મહુવરીયા ગામે ગાંધી જયંતી સપ્તાહ નિમિત્તે આત્મ નિર્ભર ભારતના સંકલ્પ લેવાયો
Mahuva, Surat | Oct 5, 2025 અંબિકા તાલુકાનું અંબિકા નદી કિનારે આવેલા મહુવરીયા ગામ ના વડીલ નાથુદાદા વર્ષો થી ગ્રામજનોને ભેગા કરી અલગ-અલગ મોહલ્લાઓમાં ગાંધી જયંતી નિમિત્તે સમાજ જાગૃતિનું કામ કરતા આવ્યા છે આ વર્ષે 2 ઓક્ટોબર નવજીવન કન્યા છાત્રાલય થી શરૂ કરેલો જયંતિ નો કાર્યક્રમ5મી ઓક્ટોબર રવિવારના રોજ સપ્તાહ સમાપન નિમિત્તે સહકારી આગેવાન તુષારભાઈ પટેલ ની હાજરીમાં આત્મનિર્ભર ભારત માટેના શપથ સાથેનો એક કાર્યક્રમ યોજાઈ ગયો તેમાં ગામ લોકોએ આત્મ નિર્ભર, ભારતનો સંકલ્પ કર્યો હતો.