પલસાણા: વરેલી શાળાના 1100 બાળકોને 4 લાખના ટ્રેકસૂટ મળ્યા : મિત્તલ ઇન્ડસ્ટ્રીઝ ના દાતાઓનો સન્માન સમારંભ યોજાયો
Palsana, Surat | Nov 20, 2025 પીએમ શ્રી વરેલી પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) અને વરેલી પ્રાથમિક શાળા (હિન્દી માધ્યમ)માં એક ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં 1100 જેટલા વિદ્યાર્થીઓને મિત્તલ ઇન્ડસ્ટ્રીઝ, વરેલી તરફથી તમામ બાળકોને રૂપિયા ચાર લાખથી વધુની કિંમતના ટ્રેક શુટ ભેટ આપવામાં આવ્યા હતા. આ દાનના અવસર પર શાળામાં વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.