દિલ્હી બોમ્બ બ્લાસ્ટ ની ઘટના બાદ દેશભરમાં હાઈ એલર્ટ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન ફરી આવી ઘટનાના બને તે માટે તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે. જે અન્વયે સુરત પોલીસ પણ હાલ ખૂબ જ એલર્ટ જોવા મળી રહી છે. દરમિયાન મંગળવારે અડાજણ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. જ્યારે ડ્રોન કેમેરા દ્વારા ધાબા સહિત ના વિસ્તારોમાં નિરીક્ષણ કરાયું હતું.