માંડવી તાલુકા મથકે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી માટે ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું. ૨૬મી જાન્યુઆરીના રોજ યોજાનાર આ રાષ્ટ્રીય પર્વમાં જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.આયોજનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા રિહર્સલમાં પ્રાંત અધિકારી કૌશિક| જાદવ અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા ઉપસિ્થત રહ્યા હતા.