વંથળી: ધંધુસર નજીક ઉબેણ નદીમાંથી આશરે 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો, યુવકની બાઈક અને મોબાઈલ ફોન ઘટનાસ્થળેથી મળતા આપઘાતની આશંકા
વંથલી તાલુકાના ધંધુસર ગામની નદીના પુલ ઉપરથી ગુમ થયેલા જૂનાગઢના એક યુવકનો મૃતદેહ આજે સવારે નદીમાંથી મળી આવ્યો છે. ગઈકાલે રાત્રિના સમયે આ બનાવ બન્યો હોવાની આશંકા છે. મધુરમ ખાતે રહેતા આશરે ૨૭ વર્ષીય યુવક સમીર ટાક ગુમ થયો હતો. ઘટના સ્થળેથી યુવકનું બાઈક અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેના આધારે તે ગુમ થયેલા યુવક સમીર નો હોવાની ખાતરી તેમના ભાઈ દ્વારા કરવામાં આવી હતી. આજે સવારે સમીર ટાંક નો મૃતદેહ ઉબેણ નદીમાંથી મળી આવ્યો છે.