આમોદ: આમોદમાં એસ.ટી.બસની ગંભીર બેદરકારી સામે આવી મહિલા મુસાફરનો હાથ ભાંગ્યો.
Amod, Bharuch | Oct 6, 2025 આમોદમાં સલામત સવારી એસ.ટી.અમારી ની ગંભીર બેદરકારી સામે આવી છે.ભલે એસ.ટી. તંત્ર મુસાફરોની સલામત સવારીની વાતો કરી મોટા મોટા સૂત્રો પોકારતી હોય પરંતુ આમોદમાં એસ.ટી.બસમાં સલામત સવારી કરતા પહેલા જ મહિલાનો હાથ ફેક્ચર થઈ ગયો હતો.