હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા ફરતા આરોપીને જશોનાથ સર્કલ પાસેથી ઝડપી લેતી એસઓજી
Bhavnagar City, Bhavnagar | Dec 4, 2025
આજે તા.4.12.25 ના રોજ સવારના અરસામાં ભાવનગર એસઓજી દ્વારા નાસતા ફરતા આરોપીઓ સામે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.જે દરમિયાન મળેલી બાતમીના આધારે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા.જેમાં દાનીશ આસીફભાઈ હબીબાણી અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને જસોનાથ સર્કલ નજીકથી ઝડપી પાડ્યા.બન્નેને કાયદેસર કાર્યવાહી માટે નીલમબાગ પોલીસ સ્ટેશનને હસ્તગત કરવામાં આવ્યા છે.