ધ્રાંગધ્રા: મયુર બાગમાં સિનિયર સિટીઝનને બેસવા માટે ખુરશીઓ તોડી,દારૂની બોટલો મળતા લોકોમાં રોષ
ધ્રાંગધ્રા શહેરના એકમાત્ર મયુર બાગમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી મોડી રાત્રિના સમયે બાગમાં બેઠક માટેની 20થી વધુ જેટલી ખુરશીઓ તોડી નાખવામાં આવી હતી આ ઉપરાંત, બાગમાંથી દારૂની ખાલી બોટલો સહિતની વસ્તુઓ પણ મળી આવી હતી જેને લઈને શહેરના સિનિયર સિટીઝનોમાં રોસ ફેલાયો હતો તાત્કાલિક આવા સામાજિક તત્વોને પકડી કાયદાનું ભાન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે