ખંભાત ગ્રામ્ય પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે. "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસની મદદથી કુલ 24 જેટલા ચોરાયેલા કે ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે.ત્યારબાદ પોલીસ મથક ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં મોબાઈલના અસલ માલિકોને બોલાવી, કાયદેસરની કાર્યવાહી બાદ તેમના ફોન પરત સોંપવામાં આવ્યા હતા.પોતાનો ગુમ થયેલો કિંમતી મોબાઈલ ફરી હાથમાં આવતા નાગરિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.