તપાસણી સમયે ગ્રામજનો દ્વારા પણ મહત્વની રજુઆતો પ્રાંત અધિકારીશ્રી સમક્ષ કરવામાં આવી હતી જેમાં નદી પાર કરતી વખતે બાળકોને થતા જોખમ અંગે નાળુ સંરક્ષણ દિવાલ અને સુરક્ષા સંબંધિત કામોની આવશ્યકતા દર્શાવવામાં આવી હતી. માનવજાતિને અધિક પ્રાથમિકતા આપતાં મદદનીશ કલેક્ટરએ આ વિષયની ગંભીરતા સમજી એટીએવીટી યોજના અંતર્ગત તાત્કાલિક ગ્રાન્ટ ફાળવી કામગીરીનો આરંભ કરાવ્યો હતો જેથી ગામના લોકો માટે સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત થઈ શકે.