આજરોજ 36 મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ – 2026” અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લામાં "શીખ સે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તન”માટે રોડ સેફ્ટી સેમિનાર પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ગાંધીધામ ખાતે યોજાયો હતો.આ ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ છેલ્લા બે વર્ષમાં અકસ્માત કેવી રીતે થયા છે તેની ગંભીરતા સમજાવવાનો છે.