આમોદ: ઢાઢર બ્રિજ બંધથી હેરાન જનતાને રાહત, લોક રજૂઆત બાદ પોલીસે આપી મંજૂરી, હવે માત્ર 100 મીટર ચાલવું પડશે.
બ્રિજ બંધ થતાં મુસાફરો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ સવારથી ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને વૃદ્ધો, અપંગો અને બીમાર લોકોને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેમણે શમા હોટલથી એપલ હોટલ સુધીનું અંદાજે બે કિલોમીટરનું અંતર પગપાળા કાપવું પડતું હતું.