નવસારી: નવસારીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
વિકાસ સપ્તાહ–૨૦૨૫ના અનુસંધાને નવસારીના શ્રીમતિ લીલાવતી નાનુશેઠ સાંસ્કૃતિક ભવન ખાતે રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને આઈ.ટી.આઈ. બિલીમોરાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં રોજગાર ભરતીમેળા મારફતે પસંદ થયેલા ઉમેદવારોને એનાયતપત્રો અપાયા, આઈ.ટી.આઈ. તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર (POL) એનાયત કરાયા તેમજ ઉદ્યોગો સાથે આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે MOU કરવામાં આવ્યા.