પેટલાદ: ધૈર્યપુરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં 108 ના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને કામગીરી અંગે માહિતગાર કર્યા
Petlad, Anand | Jan 10, 2026 પેટલાદ તાલુકાના ધૈર્યપુરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં 108 ના કર્મચારીઓએ શુક્રવારના રોજ 108 એમ્બ્યુલન્સ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વિદ્યાર્થીઓને વિગતવાર માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્ય બ્રિજેશભાઈ પરમારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.