મંગળવારની મોડી સાંજે ઉધના સંજયનગર ઝુપડપટ્ટી વિસ્તારમાંથી ઉધના પોલીસે માહિતીના આધારે પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે આરોપી હૈદર ઉર્ફે અંધા ફિરોજ ખાનની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી પોલીસે 1.42 kg પ્રતિબંધિત ગાંજા નો જથ્થો જપ્ત કર્યો હતો. રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત ગાંજાનો જથ્થો મળી 67,000 ની મત્તા નો મુદ્દા માલ કબજે કર્યો હતો. આરોપી ગાંજો કોની પાસેથી અને ક્યાંથી લાવ્યો હતો તેની વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.