પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાત તાલુકા સેવા સદન કચેરીના ભૂમિપૂજન કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના કૃષિમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ વિપક્ષ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર વિકાસકામો કરીને યુવાનોને રોજગાર આપે છે, જ્યારે અન્ય પક્ષો યુવાનોને ગુમરાહ કરે છે. કોંગ્રેસનું નામ લીધા વિના “નવું અને જૂનું ધાન ઓળખવાની” વાત કરી અને આમ આદમી પાર્ટી પર પણ નિશાન સાધ્યું. તેમણે ઉમેર્યું કે વિકાસ, સ્વચ્છતા અને કામ માત્ર ભાજ