રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લામાં તા.૧૧ મી જાન્યુઆરી,૨૦૨૬ના રોજ સવારના અંદાજે ૯-૩૦ કલાકે શ્રી સાઈ હોમિયોપેથીક હોસ્પિટલ દ્વારા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ટી.કે.પટેલ ઓડિટોરિયમ ખાતે આયોજીત કાર્યક્રમમાં પધારનાર છે. જેને ધ્યાને લઇ આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને રાજ્યપાલશ્રીના સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે કલેકટર કચેરી આણંદના સભાખંડમાં બેઠક મળી હતી.