કાંકણપુર ગામે દુકાન પર સામાન લેવા આવેલા બે શખ્સોએ વેપારી પર લાકડીઓથી હુમલો કરતા કાંકણપુર પોલીસમથકે ફરિયાદ નોંધાઈ છે. રીટાબેન દિલીપભાઈ ભોઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 14 જાન્યુઆરીના રોજ દુકાન પર ગ્રાહકોની ભીડ હોવાને કારણે ક્રમસર સામાન આપવાની વાત કરતા આરોપીઓ ઉશ્કેરાયા હતા. બાદમાં બંને લાકડીઓ સાથે પરત આવી દિલીપભાઈ પર હુમલો કર્યો હતો, જેમાં માથા અને નાકમાં ગંભીર ઈજા થઈ. લોકો ભેગા થતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા. પોલીસે તપાસ શરૂ કરી