જૂનાગઢ: તાલુકાના ડુંગરપુરની ગરબીઓની મુલાકાત લેતા જવાહરભાઈ ચાવડા
જુનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ગામના ચોકમાં ભવ્ય નવરાત્રી મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબી મંડળમાં ગ્રૂપવાઇઝ બાળાઓ દ્વારા વિવિધ પ્રકારના રાસ રમવામાં આવે છે. ત્યારે નવરાત્રીના ચોથા દિવસે આ ગામના વતની ભાજપનેતા જવાહરભાઈ ચાવડાએ હાજરી આપી હતી. તેમની સાથે ખાડિયા ગામના સરપંચ કાળુભાઈ ભાદરકા પણ ઉપસ્થિત રહ્યા હતા