ખેડા-ધોળકા હાઈવે પર ચાંદણા ગામ નજીક બોલેરો પીકઅપ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જય માતાજી હોટેલ સામે બનેલી આ ઘટનામાં, ખેડાથી ધોળકા તરફ જઈ રહેલી બોલેરો પીકઅપ અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. બાઈક ચાલકને પગમાં ગંભીર ઈજાઓ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને બાઈક ચાલકને સારવાર અર્થે ખસેડ્યો હતો.