બાવળા: બાવળા ખાતે નમસદ્રૌપદી ગુરુકુલમમા દીપોત્સવની રંગોળીઓથી ખીલી ઉર્જા
તા. 16/10/2025, ગુરૂવારે સવારે 11 વાગે મળેલી માહિતી અનુસાર દીપાવલીના પર્વ નિમિત્તે બાવળામાં નમસદ્રૌપદી ગુરુકુલમ ખાતે નાનકડા બાળકો દ્વારા તેમની સર્જનાત્મકતા અને કલ્પના શક્તિનો અનોખો પરિચય આપવામાં આવ્યો. આ પરિસરમા ભૂલકાઓએ બનાવેલી આકર્ષક રંગોળીને નિહાળીને સૌ મંત્રમુગ્ધ બની ગયા હતા.