સાંતલપુર: વડપાસર તળાવમાં પિતાએ બે વર્ષના પુત્ર સાથે લગાવી છલાંગ બન્ને મોત થતા શોકનો માહોલ,મોતનું કારણ અકબંધ
રાધનપુર શહેરના વડપાસર તળાવમાં પિતાએ પોતાના બે વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ લગાવી હતી.ત્યારે સ્થાનિકો ખબર પડતાં તત્કાલીક શોધખોળ હાથ ધરવામાં આવી હતી બે કલાક બાદ બન્ને તળાવામાંથી બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ બન્ને મૃત જાહેર કરતા શહેરમાં શોકનો માહોલ ફેલાયો હતો.મોતનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું.