પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે સાંસદ ખેલ મહાકુંભ 2025 નો સમાપન સમારોહ યોજાયો હતો. એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ્ય ઉપસ્થિત રહી રમતવીરો સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા.