અબડાસા તાલુકામાં પવનચક્કીઓમાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે કમંડ ગામના સીમાડામાં આવેલી એક ખાનગી પવનચક્કીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. સવારનાં સમયે લાગેલી આ આગ બપોર સુધી બેકાબૂ રહી હતી અને તેને કાબૂમાં લેવામાં ન આવતા પવનચક્કીના તાતિંગ પાંખડાં અને અન્ય ભાગો બળીને જમીન પર ધસી પડ્યા હતા. આગને કારણે ઊંચે સુધી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધ