વલસાડ: એલસીબી પોલીસે ડુંગરી બાલાજી ફેક્ટરી પાસેથી હોન્ડા અમેઝ કારમાં લઈ જવાતો ₹4,39,200 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો,ચાલક વોન્ટેડ
Valsad, Valsad | Sep 25, 2025 ગુરૂવારના 4:25 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમે ડુંગરી નેશનલ હાઇવે નંબર 48 બાલાજી ફેક્ટરી પાસેથી હોન્ડા અમેઝ કારમાં લઈ જવાતો 4,39,200 ના વિદેશી દારૂ ઝડપી પાડ્યો. કાર અને દારૂ મળી કુલ 8 લાખ 39,200 નો મુદ્દામાલ કબજે લઈ ચાલકને વોન્ટેડ જાહેર, કરી ડુંગરીપોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી છે.