કેશોદ શહેરના વિકાસમાં આજે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. કેશોદ–જૂનાગઢ ચોકડી ઉપર શહેરના સૌંદર્યમાં વધારો કરે તેવા પ્રવેશ દ્વારના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કેશોદના ચારે તરફના માર્ગો પર કોઈપણ પ્રવેશ દ્વાર ન હોવાથી શહેરમાં આવનાર લોકોને સ્પષ્ટ ઓળખ મળતી ન હતી. હવે આ પ્રવેશ દ્વાર કેશોદની નવી ઓળખ બનશે.