સુત્રાપાડા: સુત્રાપાડા મામલતદાર કચેરીની ટીમે લાટી ગામના વાડી વિસ્તારમાંથી રેશનિંગના સરકારી અનાજની હેરાફેરી કરતી એક રીક્ષાને પકડી
સુત્રાપાડા મામલતદાર કચેરીની ટીમે લાટી ગામના વાડી વિસ્તારમાંથી રેશનિંગના સરકારી અનાજની હેરાફેરી કરતી એક રીક્ષાને પકડી પાડી છે. આજે સવારે 9 વાગ્યે મળેલી બાતમીના આધારે મામલતદારની ટીમે દરોડો પાડ્યો હતો.છકડા રીક્ષા નંબર GJ11 Z 6671માંથી 300 કિલો ચોખા અને 50 કિલો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. તંત્રએ રીક્ષાને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.